Gujarat Whether: આજે પણ ગરમીનો પારો 45ને પાર, જાણો હવામાન વિભાગની હિટવેવની આગાહી



ગુજરાતમાં હિટવેવનો કહેર જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં બુધવારે સૌથી વધું કંડલામાં 46.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત, અમદાવાદ બીજા ક્રમાકે રહ્યું હતું. હવામાન વિભાગ દ્વારા હજૂ પણ 2 દિવસ ભારે હિટવેવની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ગરમીનો કહેર વધી રહ્યો છે. આ દરમિયાન કંડલા, અમદાવાદ, સુરેન્દ્રનગર સહિત ગુજરાતના અનેક જિલ્લાઓમાં ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. જેને લઈને હવામાન વિભાગે લોકોને તડકામાં બહાર નીકળવા અંગે પણ સાવચેતી જાળવવા જણાવ્યું છે. હવામાન વિભાગે રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. જણાવી દઈએ કે, ગુજરાતના પાંચ જિલ્લાઓમાં પારો 45 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો.

બુધવારે ગુજરાતનું કચ્છનું કંડલા સૌથી ગરમ રહ્યું છે. અહીં મહત્તમ તાપમાન 46.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આ ઉપરાંત અમદાવાદ 45.9 ડિગ્રી, સુરેન્દ્રનગર 45.8, ગાંધીનગર 45.7 અને અમરેલીમાં મહત્તમ તાપમાન 44.9 ડિગ્રી નોંધાયું હતું. જો આપણે સૌથી ઓછા તાપમાનની વાત કરીએ તો દ્વારકામાં સૌથી ઓછું તાપમાન 32.8 ડિગ્રી સેલ્સિયસ હતું.

હવામાન વિભાગે આગાહી કરી છે કે, હજુ બે દિવસ અગનભઠ્ઠીમાં ગુજરાત શેકાશે. હાલ અમદાવાદમાં ગરમીનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સાથે, સૌરાષ્ટ્રમાં પણ આગામી ત્રણ દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે અને ઉત્તર ગુજરાતમાં 5 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે. વધુમાં જણાવવામાં આવ્યું હતું કે, દરિયાકાંઠાનો વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે.

હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના મોસમ વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યુ છે કે, ગુજરાતમાં હાલ હવામાન શુષ્ક રહેશે. ઉત્તર ગુજરાતમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી છે. જેમા અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા,સાબરકાંઠા, પાટણ અને મહેસાણા માટે પાંચ દિવસ માટે હીટવેવ વોર્નિંગ આપવામાં આવી છે. આ વિસ્તારોમાં તાપમાન 44થી 45 ડિગ્રી રહેવાની શક્યતા છે.

આ સાથે મોસમ વૈજ્ઞાનિકે જણાવ્યુ છે કે, સૌરાષ્ટ્રમાં રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, અમરેલીમાં આગામી બે દિવસ માટે અને કચ્છમાં ત્રણ દિવસ હીટવેવની આગાહી છે. સુરેન્દ્રનગરમાં ત્રણ દિવસ માટે અને પાટણમાં એક દિવસ માટે હીટવેવની આગાહી આપવામાં આવી છે.

આ સાથે તેમણે જણાવ્યુ કે, અમદાવાદમાં બે દિવસ માટે રેડ એલર્ટ અને ત્રીજા અને ચોથા દિવસ માટે ઓરેન્જ એલર્ટ આપવામા આવ્યુ છે. આ સાથે અમદાવાદ અને ગાંધીનગરમાં આગામી 24 કલાકમાં તાપમાન 45 ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


0 Response to "Gujarat Whether: આજે પણ ગરમીનો પારો 45ને પાર, જાણો હવામાન વિભાગની હિટવેવની આગાહી"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11