Cyclone Update: વાવાઝોડું નજીક આવ્યું કે ગુજરાતથી દૂર ગયું, આ રહ્યાં વાવાઝોડાના તમામ નવા અપડેટ



 વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ....આવતીકાલે બંગાળની ખાડીમાં તિવ્ર ચક્રવાત બાદ થશે વરસાદ....23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે થશે વરસા...

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યો છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. 

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ ઘેરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. જેને કારણે આવતીકાલે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ વરસાદ થશે. 23થી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ થશે. આવતીકાલે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદ પડશે. તો દક્ષિણ ભારતના રાજ્યોમાં પણ ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. ખાસ કરીને 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે. આ વચ્ચે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની પણ આગાહી આવી છે. (Curtacy : India Meteorological Department)

આગાહીકાર અંબાલાલ પટેલની વરસાદને લઈ આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું કે, 26 મેથી 4 જૂન વચ્ચે ગાજવીજ સાથે આંધી વંટોળની શક્યતા છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદની શક્યતા છે. 26 મે સુધી બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે. આ કારણે ચોમાસું પણ વહેલુ આવશે. 25થી 28 મે સુધી દક્ષિણ ભારતમાં ચોમાસું આવવાની શક્યતા છે. અરબસાગરના ભેજના કારણે દેશ સહિત ગુજરાતમાં વરસાદ રહેશે. ગુજરાતમાં 7થી 14 જૂન વચ્ચે ચોમાસું આવવાની શક્યતા છે.

IMD એ કહ્યું કે ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ અંધ પ્રદેશના દરિયા કિનારે બંગાળની ખાડીમાં દબાણનો વિસ્તાર ઉત્તર-પૂર્વ તરફ આગળ વધવાની સંભાવના છે અને 24 મેની સવાર સુધી દબાણ આવશે. IMDએ કહ્યું, દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડી પર ચક્રવાતી પરિભ્રમણના પ્રભાવ હેઠળ, ઉત્તરી તમિલનાડુ અને દક્ષિણ આંધ્ર પ્રદેશના દરિયાકાંઠે બંગાળની ખાડી પર નીચા દબાણનો વિસ્તાર રચાયો છે (સાત સેમી.' થી 11 સેમી) અલગ-અલગ સ્થળોએ અને અન્ય ઉત્તરી ઓડિશા જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે.

0 Response to "Cyclone Update: વાવાઝોડું નજીક આવ્યું કે ગુજરાતથી દૂર ગયું, આ રહ્યાં વાવાઝોડાના તમામ નવા અપડેટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11