ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાની આવેદન તારીખ લંબાવવામાં આવી , જાણો નવી તારીખ
ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ માર્ચ 2023 માં લેવાયેલ પરીક્ષામાં જે વિદ્યાર્થીઓ નાપાસ થયેલ છે એક કે બે વિષયમાં તે લોકોની માટે પૂરક પરીક્ષા ઓનલાઈન આવેદન ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયેલ છે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 14 જૂન 2023 હતી જે હવે લંબાવવામાં આવી છે .
તારીખ લંબાવવા માટેની ઓફિસિયલ પ્રેસ નોટ જીએસઇબી ની ઓફિશિયલ સત્તાવાર વેબસાઈટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે તે તમે આજના લેખમાં જોઈ શકો છો .
ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાની આવેદન તારીખ લંબાવવામાં આવી
સત્તાવાર વિભાગ | ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ |
પોસ્ટ નામ | ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષા |
વિષય | ધોરણ 12 સામાન્ય પ્રવાહ આવેદન તારીખ લંબાવી |
સત્તાવાર વેબસાઈટ | https://www.gsebeservice.com/ |
ફોર્મ ભરવા ની છેલ્લી તારીખ | તા.૧૭/૦૬/૨૦૨૩ |
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ અને ઉ.ઉ.બુ. પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ ૨૦૨૩ માં જે પરીક્ષાર્થીઓ એક(૧) વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક(૧) વિષયમાં અનુતિર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં (NEEDS IMPROVEMENT) “સુધારણાને અવકાશ ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઇચ્છુક પરીક્ષાર્થીઓ જુલાઇ-૨૦૨૩ ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે.
પૂરક પરીક્ષા ૨૦૨૩ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.or અથવા hscgenpurakreg.gseb.org પરથી ONLINE કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા કુક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. શાળાઓને મોકલેલ એકા૧) વિષયમાં ગેરહાજર રહેલ હોય અથવા એક(૧) વિષયમાં અનુત્તિર્ણ (નાપાસ) હોય તેવા વિદ્યાર્થીઓની યાદી ફકત શાળાની જાણ માટે છે. આવેદન રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.
ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહ પુરક પરીક્ષા ૨૦૨૦ માટે ઓનલાઇન આવેદન કરવાની અંતિમ તા.૧૪/૦૬/૨૦૨૩ નિયત કરવામાં આવેલ હતી, જે લંબાવીને તા.૧૭/૦૬/૨૦૨૩ ના રોજ સાંજે ૧૭:૦૦ કલાક સુધી કરવામાં આવે
ખાસ નોંધ:-
- કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવારોને સરકારશ્રીએ પરીક્ષા ફી ભરવામાંથી મુક્તિ આપેલ છે. તેથી કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો પાસેથી પરીક્ષા ફી લેવાની રહેતી નથી, પરંતુ પૂરક પરીક્ષા- ૨૦૨૩ માટે ઓનલાઇન આવેદન (રજીસ્ટ્રેશન) કરવું ફરજીયાત છે.
- ઓનલાઇન આવેદન કરવા માટેની તથા ફી ભરવાની સુચનાઓ ઉપરોકત વેબસાઇટ પર મુકવામાં આવેલ છે.
૩. સંસ્કૃત મધ્યમાના ૧ વિષયમાં અનુત્તિર્ણ વિદ્યાર્થી માટેનું આવેદન(ઓફલાઇન) કરવાનું રહેશે. વિદ્યાર્થીની સહી કરેલ યાદી તથા ડી.ડી. બોર્ડની ગાંધીનગર કચેરી ખાતે મોકલી આપવા જણાવવામાં આવે છે.
0 Response to "ધોરણ 12 સામાન્ય પ્રવાહ પૂરક પરીક્ષાની આવેદન તારીખ લંબાવવામાં આવી , જાણો નવી તારીખ"
Post a Comment