Sabaramati River: સાબરમતી નદી પર એરફિલ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે, ટ્રાફિક-પાણી બે કામ કરશે



 સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ-2 યોજના હેઠળ નદીના પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસથી પૂર્વકાંઠાના કેમ્પ સદર બજાર વચ્ચે બેરેજ કમ બ્રિજ બનાવાશે. અને આ બ્રિજ બનતા જ ચાંદખેડા તરફથી આવતા લોકોને એરપોર્ટ જવા માટે ટ્રાફિકમાં નહીં અટવાવું પડે. ત્યારે કેવો હશે અમદાવાદનો સૌથી મોંઘો બ્રિજ. અને શું હશે તેની વિશેષતા.

સ્માર્ટ સિટી અમદાવાદને ભવિષ્યમાં વધુ એક બ્રિજ મળવા જઈ રહ્યો છે. પરંતુ આ બ્રિજ સામાન્ય બ્રિજ જેવો નહીં હોય. સાબરમતી નદી પર નવી ટેક્નોલોજીથી રબર બેરેજ કમ બ્રિજ બનાવવામાં આવશે. અને માટે આધુનિક ડિઝાઈન પણ તૈયાર કરી દેવામાં આવી છે. આ બ્રિજ એક નહીં પરંતુ બે કામ કરશે. એક તો ટ્રાફિકની સમસ્યા હળવી થશે. અને બીજું નદીમાં પાણીનો જથ્થો રોકી શકાશે. સાબરમતી નદી પર પશ્ચિમ કાંઠે ટોરેન્ટ પાવર હાઉસથી પૂર્વકાંઠના કેમ્પ સદર બજાર સુધી આ બ્રિજનું નિર્માણ કરવામાં આવશે. આ બ્રિજ બનતા જ આકસ્મિક સંજોગોમાં તથા નર્મદા કેનાલના મેઇન્ટેનન્સ દરમિયાન 10 થી 15 દિવસ સુધી અમદાવાદ શહેર માટે પાણીનો સંગ્રહ કરી શકાશે. આમ આ બ્રિજના નિર્માણથી અમદાવાદીઓને અનેક રીતે ફાયદો થવા જઈ રહ્યો છે. આ રબર બેરેજ કમ બ્રિજને રિવરફ્રન્ટ પ્રોજેક્ટ અંતર્ગત બનાવવામાં આવશે.

ઉત્તર ગુજરાતમાં જનારા લોકો માટે પણ આ બ્રિજ મહત્વપૂર્ણ સાબિત થશે

મહત્વનું છે કે, હાલ ચાંદખેડા અને સાબરમતી વાસીઓને એરપોર્ટ જવું હોય તો સુભાસબ્રિજ થઇ શાહીબાગથી જવું પડે છે. જેમાં ટ્રાફિકની સમસ્યા ખુબ હોવાને કારણે એરપોર્ટ પહોંચતા એક કલાક થાય છે. પરંતુ આ બ્રિજ બન્યા બાદ ટ્રાફિરની સમસ્યાનો સામનો કર્યા વગર જ એરપોર્ટ પહોંચી શકાશે. આ સાથે જ ઉત્તર ગુજરાતમાં જનારા લોકો માટે પણ આ બ્રિજ મહત્વપૂર્ણ સાબિત થશે.

આ પ્રોજેક્ટને જમીન પર ઉતારવા માટેની સંપૂર્ણ તૈયારીઓ પણ તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે. એટલું જ નહીં અમદાવાદનો આ સૌથી મોંઘો બ્રિજ બની જશે. કારણ કે, અત્યાર સુધીમાં આવો એકપણ બ્રિજ બન્યો નથી.

સાબરમતી નદી પર બ્રિજનું નિર્માણ કરાશે

  • એરફિલ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે
  • અચેર કેમ્પથી સદર બજાર વચ્ચે બનશે
  • બેરેજ કમ બ્રિજની આધુનિક ડિઝાઈન તૈયાર
  • થીમ બેઇઝ લાઇટિંગ અને વોટર ટ્રાન્સપોર્ટેશન
  • બ્રિજ કરશે બે કામ પાણીને પોકી રાખશે
  • ટ્રાફિકની સમસ્યા પણ હળવી થશે
  • પૂર્વથી પશ્ચિમ વિસ્તારને જોડતો બ્રિજ
  • 280 કરોડના ખર્ચે બ્રિજનું થશે નિર્માણ
બેરેજ કમ બ્રિજની વિશેષતા શું?

  • બ્રિજ નદીમાં પાણી રોકી રાખશે
  • સામાન્ય સ્થિતિમાં આવી જતા નદીના લેવલને જાળવી શકશે
  • પૂરના સમયે અથવા વહેતા પાણીમાં અવરોધ રૂપ નહીં બને
  • રબર બેરેજનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ ઓટોમેટિક કંટ્રોલ થશે
  • તેને ડિફ્લેટ કરવાથી નદીના વહેતા પૂરને અવરોધરૂપ ન થાય
  • એરફિલ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે
  • પાણીના સ્તરને માપવા માટે અલ્ટ્રા સોનિક સેન્સરનો ઉપયોગ થશે
  • પૂરના સંજોગોમાં ડિફ્લેશન વાલ્વ રબર ડેમમાં રહેલી હવાને બહાર ફેંકી દેશે
  • હવા બહાર ફેંકાઈ જાય પછી રબરનો ડેમ નદીના તળિયાની નજીક રહેશે

0 Response to "Sabaramati River: સાબરમતી નદી પર એરફિલ રબર બેરેજ કમ બ્રિજ બનાવાશે, ટ્રાફિક-પાણી બે કામ કરશે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11