આકરી ગરમી વચ્ચે પંચમહાલના વાતાવરણમાં પલટો થયો, અનેક વિસ્તારોમાં છાંટા પડ્યા



 પંચમહાલના અનેક વિસ્તારોમાં આકરી ગરમી વચ્ચે વરસાદી છાંટા પડ્યા છે. આકરી ગરમી વચ્ચે વાતાવરણમાં પલટો આવતા લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.

પંચમહાલ: ગુજરાતીઓ છેલ્લા થોડા દિવસથી કાળઝાળ ગરમીમાં શેકાઇ રહ્યા છે. ત્યારે આજે સવારે પંચમહાલના પૂર્વ વિસ્તારમાં વાતાવરણમા પલટો આવ્યો છે. આ વિસ્તારોમાં સવારથી વાદળછાયું વાતાવરણ છવાયું છે અને કેટલાક વિસ્તારોમાં સામાન્ય છાટાં પણ પડ્યા છે. તો બીજી બાજુ હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ આપ્યું છે. મંગળવારે રાજ્યના 15 શહેરોમાં તાપમાન 40 ડિગ્રીને પાર જ્યારે પાંચ શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર થયો હતો.

પંચમહાલના ગજાપુરા, કાંટુ, ખડપા, કાપડી સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો. આ વિસ્તારોમાં વાતાવરણમાં પલટો આવતાની સાથે સવારે ગરમીમાં આંશિક ઘટાડો નોંધાયો હતો.

ગુજરાતના હવામાન અંગે આગાહીકાર પરેશ ગોસ્વામીએ સાથે ખાસ વાતચીતમાં જણાવ્યુ છે કે, 23 મે સુધી હીટવેવનો રાઉન્ડ ચાલુ રહેશે. 24મીથી 30 તારીખ સુધીમાં તાપમાનમાં આંશિક ઘટાડો નોંધાશે. આ દિવલોમાં બે ડિગ્રીથી લઇને 2.6 ડિગ્રી સુધી તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે.

પરેશ ગોસ્વામીએ તેમ પણ જણાવ્યુ કે, 24થી 30 સુધીમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં પ્રિ મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે. 19મી તારીખથી આંદામાન નિકોબાર સહિત દક્ષિણના અનેક વિસ્તારોમાં ચોમાસું બેસી ગયુ છે. બંગાળની ખાડી અને અરબ સાગર ચોમાસાને આગળ ધપાવવા માટે હાલ ફેવરેબલ છે. એટલે ચોમાસું ઝડપથી ગુજરાત તરફ આગળ વધી રહ્યુ છે. આ સાથે તેમણે એમ પણ જણાવ્યુ કે, 25થી લઇને 30 મે સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં પ્રિમોન્સુન એક્ટિવિટી થઇ શકે છે. તાપમાનમાં પણ 2.6 ડિગ્રી સુધી ઘટાડો નોંધાઇ શકે છે.

0 Response to "આકરી ગરમી વચ્ચે પંચમહાલના વાતાવરણમાં પલટો થયો, અનેક વિસ્તારોમાં છાંટા પડ્યા "

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11