Gujarat Whether Report : ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર



આજે બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ

રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરાઈ

જુનાગઢ, પોરબંદર તથા કચ્છમાં ગરમી વધુ પડશે

ગુજરાત રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાયત છે. જેમાં હવે થોડા દિવસ ગુજરાતમાં ગરમીથી રાહત મળશે નહીં. તેમાં આજે અમદાવાદ, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. તેમજ સુરેન્દ્રનગર અને બનાસકાંઠા સૌથી વધુ તાપમાન નોંધાયુ છે. તથા જૂનાગઢ 42.5 ડિગ્રી તથા કચ્છ 44.1 ડિગ્રી તાપમાન રહ્યું છે.

Solar Panel : 25 વર્ષ સુધી મળશે મફત વીજળી, માત્ર આટલા રૂપિયા ખર્ચીને ઘરે લગાવો સોલાર પેનલ, જાણો A ટુ Z વિગતો

ઉલ્લેખનીય છે કે આજે બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢમાં ઓરેન્જ એલર્ટ છે. તેમજ પોરબંદર અને આણંદ, અમરેલી, કચ્છ, સુરેન્દ્રનગરમાં યલો એલર્ટ રહેશે. સુરેન્દ્રનગરમાં 45.5 ડિગ્રી, બનાસકાંઠામાં 45 ડિગ્રી તથા ગાંધીનગર અને અમદાવાદમાં તાપમાન 44.5 ડિગ્રી સાથે આણંદમાં 43.5, વડોદરા 43.2, જામનગરમાં 44.5 ડિગ્રી તાપમાન રહ્યું છે. આજે અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, રાજકોટ, જુનાગઢ, પોરબંદર તથા કચ્છમાં ગરમી વધુ પડશે.

રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરાઈ

સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાત સહિત દેશના 9 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે. રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરાઈ છે. રાજ્યમાં હજુ 23 તારીખ સુધી ભયંકર ગરમીનું એલર્ટ છે. તેમજ રાજસ્થાન અને પંજાબમાં પણ 46 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાયુ છે. ગરમીના કારણે લોકો કામ સિવાય ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. બપોરના સમયે રસ્તાઓ સૂમસામ બન્યા છે. ગરમીથી બચવા લોકો શેરડીનો રસ, લીંબુ સરબત, ઠંડાપીણા અને જ્યુસનો સહારો લઈ રહ્યા છે.

Solar Storm: ધરતી સાથે ટકરાવવા જઇ રહ્યું છે શક્તિશાળી સૌર વાવાઝોડું

બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

બીજી તરફ બસસ્ટેન્ડમાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, અગામી 4 દિવસ રાજ્યમાં ગરમીનું મોજુ ફરી વળશે. તારીખ 20 થી 23 મે સુધી રાજ્યના કચ્છ, બનાસકાંઠા, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, જૂનાગઢ, પોરબંદર, વલસાડ, અમરેલી, આણંદ, સુરેન્દ્રનગરમાં ભારે ગરમીની ચેતવણી આપવામાં આવી છે.

0 Response to "Gujarat Whether Report : ગુજરાતમાં નહીં મળે ગરમીથી રાહત, આ શહેરોમાં ઓરેન્જ એલર્ટ જાહેર"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11