તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો અને તમારું સિમ કોના નામે છે એ પણ ચેક કરો
તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો અને તમારું સિમ કોના નામે છે એ પણ ચેક કરો
તમારા નામ પર કેટલાં સીમ કાર્ડ ચાલુ છે? તમારા નામે બીજા કોણ સિમ વાપરે છે ? આજે જ ચેક કરો.
તમારા નામ પર કેટલા સીમ ચાલુ છે તે ઓનલાઇન ચેક કરવા માટે નીચેના સ્ટેપ ફોલો કરવા પડશે.
સ્ટેટ બાય સ્ટેપ પ્રોસેસ
- સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર ક્લિક કરો.
- અહીં બોક્સમાં તમારો મોબાઈલ નંબર એન્ટર કરો અને OTPની મદદથી લોગ-ઇન કરો.
- હવે એ બધા નંબરોની વિગતો આવશે, જે તમારા ID પરથી ચાલી રહ્યા છે.
- જો લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમને ખબર નથી, તો તમે તેની જાણ કરી શકો છો.
- આ માટે નંબર પસંદ કરો અને ‘This is not my number’.
- હવે ઉપરના બોક્સમાં IDમાં લખેલું નામ લખો
- હવે નીચે આપેલા રિપોર્ટ બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ તમને ટિકિટ ID સંદર્ભ નંબર પણ આપવામાં આવશે.
આ રીતે તમારા નામ પર ઇસ્યૂ થયેલા સિમકાર્ડની સંખ્યા જાણી શકો છો.
ટેલિકોમ વિભાગે TAFCOP (ટેલિકોમ એનાલિટિક્સ ફોર ફ્રોડ મેનેજમેન્ટ એન્ડ કન્ઝ્યુમર પ્રોટેક્શન) નામનું પોર્ટલ તૈયાર કર્યું છે. tafcop.dgtelecom.gov.in પોર્ટલ પર દેશમાં એક્ટિવ મોબાઈલ નંબરનો ડેટાબેઝ અપલોડ થયેલો છે. પોર્ટલના માધ્યમથી સ્પૅમ અને ફ્રોડ કોલ્સ કન્ટ્રોલ પણ કરી શકાય છે. તમારા નામે કેટલાં સિમ કાર્ડ એક્ટિવ છે એ માત્ર 30 સેકન્ડમાં જાણી શકો છો.જો તમને એવું લાગે છે કે આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમે યુઝ નથી કરી રહ્યા અને તમારા નામે ખોટી રીતે ઈસ્યુ થયો છે, તો તમે આ નંબર સામે પગલાં પણ લઈ શકો છો. આવા શંકાસ્પદ નંબરને બંધ કરવા માટે તમે આ જ વેબસાઈટ પરથી રિક્વેસ્ટ કરી શકો છો. આ માટે તમારે બસ આ અનઓથોરાઈઝ્ડ મોબાઈલ નંબર સામે રિપોર્ટ અને બ્લોકના ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જો તમને લિસ્ટમાં કોઈ એવો નંબર મળે છે, જે તમે નથી વાપરી રહ્યા તો, તમારે તાત્કાલિક આવા નંબર સામે પગલાં લેવા જોઈએ. તમારી અને દેશની સુરક્ષા માટે આ એક જરૂરી પગલું છે.
0 Response to "તમારા નામ પર કોઈ બીજા વ્યક્તિ તો સિમકાર્ડ નથી વાપરતા ને? આ રીતે ચેક કરો અને તમારું સિમ કોના નામે છે એ પણ ચેક કરો"
Post a Comment