Ayushman card download Online : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ થી ફક્ત પાંચ મિનિટ માં
Ayushman card download Online :આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત પાંચ મિનિટ માં : મિત્રો આયુષ્યમાન કાર્ડ અત્યારે ખૂબ અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે જેમાં પાંચ લાખ સુધીનો સર્જરી કે તેમાં સમાવેશ થતી બીમારી નો ખર્ચો સરકાર દ્વારા પૂરો પાડવામાં આવે છે ઘણા બધા લોકોને આ કાર્ડ વિશે ખબર હોતી નથી અને કઈ રીતે ડાઉનલોડ કરવું એની પણ કોઈ માહિતી હોતી નથી તેથી લોકો ઘણા પરેશાન થતા હોય છે આજે આપણે આ લેખમાં જાણીશું કે તમારી પાસે ફિઝિકલ કોપી નથી તો તમે કઈ રીતે મોબાઈલથી જ આયુષ્યમાન કાર્ડ તમારી જાતે સરકારશ્રીની વેબસાઈટ ઉપર જઈ કઈ રીતે ડાઉનલોડ કરી શકો છો તો મિત્રો આ માટે આલેખને સંપૂર્ણ વાંચો અને તમારા મિત્રો સાથે પણ શેર કરો જેથી આ માહિતી દરેક વ્યક્તિ જોડે પહોંચે.
મિત્રો આયુષ્યમાન કાર્ડ એટલે પ્રધાનમંત્રીની ચાલતી અમૃતમ વાત્સલ્ય યોજના જેમાં દરેક વ્યક્તિને પાંચ લાખ સુધીના ખર્ચાની રાહત આપવામાં આવે છે મિત્રો તમારું કાર્ડ છે પરંતુ ખોવાઈ ગયું છે તૂટી ગયું છે કે પછી ઘરે આવ્યું જ નથી કે તમારા વિસ્તારમાં પહોંચતું જ નથી તો મિત્રો હવે ચિંતા કરવાની કોઈ જરૂર નથી આજે તમને શીખવીશું કે કઈ રીતે તમે તમારા જ મોબાઈલથી આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી તેનો ઉપયોગ કરી શકો છો. નીચે આપેલ સ્ટેપ દ્વારા તમે પોતાનું આયુષ્યમાન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો ફક્ત પાંચ મિનિટ માં
યોજનાનું નામ | પીએમ આયુષ્માન ભારત યોજના (ધાનમંત્રી જન આરોગ્ય યોજના) |
કોના દ્રારા શરુ | શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 25 સપ્ટેમ્બર, 2018 ના રોજ |
લાભ | હોસ્પિટલોમાં 5 લાખ રૂપિયા સુધીની મફત સારવાર. |
સત્તાવાર વેબસાઈટ | https://bis.pmjay.gov.in/BIS/mobileverify |
હેલ્પલાઈન | 14555 |
How to download Ayushman card | આયુષ્માન કાર્ડ ઓનલાઇન ડાઉનલોડ કેવી રીતે કરવું?
- તમારે સૌપ્રથમ આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરવા માટે આhttps://bis.pmjay.gov.in/BIS/mobileverify વેબસાઇટ પર જવાનું રહેશે.
- ત્યાં મેનુ બારમાં ઉપર ત્રણ લાઈન પર ક્લિક કરવાનું રહેશે અને ત્યાં નીચે તમને Download Ayushman Card નું ઓપ્શન મળશે તેના પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ Aadhaar સિલેક્ટ કરી ને Scheme મા PMJAY સિલેક્ટ કરવાનું રહશે અને તમારું રાજ્ય એટલે કે આપણે ગુજરાત સિલેક્ટ કરવાનું રહશે
- હવે તમારો આધાર કાર્ડ નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ તમારા આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર એક OTP આવશે તે અહીંયા ENTER OTP માં દાખલ કરવાનો રહેશે.
- હવે Verify બટન પર ક્લિક કરવાનું રહેશે.
- ત્યાર બાદ હવે એક નવું પેજ ખુલશે અને ત્યાં તમારું નામ અને આયુષ્માન કાર્ડ ક્યારે બનાવેલું છે અને કઈ યોજના હેઠળ આવે છે એ જોવા મળશે .
- બાજુ માં Download Card પર ક્લિક કરીને તમે તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
- ત્યાર બાદ તમને pdf માં તમારું આયુષ્માન કાર્ડ ડાઉનલોડ થઈ જશે.

અગત્યની લીંક
આયુષ્માન ભારત ઓફીસીયલ વેબસાઇટ | અહિં ક્લીક કરો |
Ayushman card Hospital List | અહિં ક્લીક કરો |
0 Response to "Ayushman card download Online : આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો તમારા મોબાઈલ થી ફક્ત પાંચ મિનિટ માં"
Post a Comment