Vahli Dikri Yojana Gujarat - Vahli Dikri Yojana Gujarat 2024
Vahli Dikri Yojana Gujarat 2024 : Vhali Dikri Yojana: વહાલી દિકરી યોજના ફોર્મ: રાજ્યમા દીકરી ઓ નો જન્મ દર વધારવા અને કન્યા શિક્ષણ ને પ્રોત્સાહન આપવા માટે વહાલી દીકરી યોજના 2019 થી લાગુ પાડવામા આવી છે. આ યોજનામા જેના ઘરે દીકરીનો જન્મ થાય તે દીકરીને તે 18 વર્ષ ની થાય ત્યા સુધી મા સરકાર તરફથી રૂ. 110000 જેટલી સહાય આપવામા આવે છે.
આ આર્ટીકલ મા વહાલી દીકરી યોજના ડોક્યુમેન્ટ,વહાલી દીકરી યોજના પરિપત્ર,વહાલી દીકરી યોજના ફોર્મ PDF,વહાલી દીકરી યોજના આવક મર્યાદા,વ્હાલી દીકરી યોજના 2023,વહાલી દીકરી યોજના ઠરાવ,દીકરી સહાય યોજના,વ્હાલી દીકરી યોજના સોગંદનામું ની માહિતી મેળવીશુ
વહાલી દિકરી યોજના ફોર્મ
- આ યોજનાની મુખ્ય વિગતો નીચે મુજબ છે.
- આ યોજનાની શરૂઆત 2019 થી કરવામા આવી છે.
- પહેલા 3 બાળકો પૈકી દીકરીઓ માટે આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
- આ યોજના નો લાભ તા.2-8-2019 પછી જન્મેલી દીકરી માટે મળવાપાત્ર છે.
- આ યોજના મા આવક મર્યાદા રૂ.2 લાખ વાર્ષિક નક્કી કરવામા આવેલી છે.
- આ યોજના અંતર્ગત જે દીકરી નુ ફોર્મ ભરેલ હોય તે પહેલા ધોરણ મા પ્રવેશ મેળવે ત્યારે રૂ.4000 ની સહાય જમા કરવામા આવે છે.
- આ દીકરી ધોરણ 9 મા આવે ત્યારે રૂ.6000 ની સહાય જમા કરવામા આવે છે.
- આ દીકરી 18 વર્ષ ની થાય ત્યારે રૂ.100000 ની સહાય જમા કરવામા આવે છે.
- રાજયમા કન્યા કેળવણી ને પ્રોત્સાહન આપવા, શાળાઓમા ડ્રોપ આઉટ રેટ ઘટાડવા ના હેતુથી આ યોજના અમલમા મૂકવામા આવી છે.
પાત્રતા ધોરણો
- તા.૦૨/૦૮/૨૦૧૯ કે ત્યારબાદ જન્મેલ દીકરીઓ માટે જ આ યોજના નો લાભ મળવાપાત્ર છે.
- દીકરી જન્મ થી એકવર્ષની સમયમર્યાદામાં નિયત નમુનાના ફોર્મ મા આધાર પુરાવા સહીતની અરજી કરવાની હોય છે.
- દંપતીની પ્રથમ 3 સંતાનો પૈકીની તમામ દીકરીઓને યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- અપવાદરૂપ કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતા વધારે દીકરીઓનો જન્મ થાય અને દંપતીની દીકરીઓની સંખ્યા ત્રણ કરતા વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.
- બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ ૨૦૦૬ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતીની દીકરીઓને જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે.
વહાલી દીકરી યોજના ડોકયુમેન્ટ લીસ્ટ
- આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે નીચે મુજબના ડોકયુમેન્ટ ની આવશ્યકતા રહે છે.
- દીકરીના માતા-પિતાનો સંયુક્ત આવકનો દાખલો (૨,૦૦,૦૦૦ થી ઓછી આવક મર્યાદા) સક્ષમ સતાધિકારી દ્વારા અપાયેલો
- દીકરીના માતા-પિતા ના આધાર કાર્ડ ની નકલ
- દીકરીના માતા-પિતાના જન્મ ના પુરાવા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મ દાખલો)
- રહેઠાણ નો પુરાવો (લાઈટબીલ/વેરાબિલ)
- દીકરી નો જન્મ નો દાખલો
- દીકરીના માતાનો જન્મદાખલો/શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
- દંપતીના જન્મેલા અને હયાત તમામ બાળકોના જન્મના દાખલા
- વ્હાલી દીકરી યોજનાના સંદર્ભમાં કરવાનુ સોગંધનામું
- આ યોજના અંતર્ગત ફોર્મ ભરવા માટે તમારા નજીકની આંગણવાડી નો સંપર્ક કરવાનો રહેશે. અથવા મહિલા અને બાળ કલ્યાણ વિભાગ ICDS શાખાનો સંપર્ક કરવાનો રહેશે.
Document Required For Vahli Dikari Yojana | વ્હાલી દીકરી યોજના
- દિકરીનું જન્મનું પ્રમાણપત્ર.
- દીકરી નું આધારકાર્ડ – જો કઢાવેલ હોય તો
- પિતાનો આવકનો દાખલો
- માતા-પિતાનું રેશનીંગ કાર્ડ
- માતા-પિતાના આધાર કાર્ડ
- માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર
- માતા-પિતાના તમામ હયાત બાળકોના જન્મના પ્રમાણપત્ર
- માતા-પિતાનું લગ્નની નોંધણીનું પ્રમાણપત્ર
- સંતતિ નિયમનનું પ્રમાણપત્ર (દીકરી બીજું સંતાન હોય ત્યારે)
વ્હાલી દીકરી યોજના ની મહત્વની તારીખો
- આ યોજના માટે તા-02/08/2019 બાદ જન્મેલ દીકરીઓને જ લાભ મળશે.
- તેમજ દીકરી જન્મયા પછી 18 માસ ની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે.
Important Link
વ્હાલી દીકરી યોજના | Vahli Dikri Yojana Form PDF - Download
વ્હાલી દીકરી યોજનાની સત્તાવાર વેબસાઈટ - wcd.gujarat.gov.in
0 Response to "Vahli Dikri Yojana Gujarat - Vahli Dikri Yojana Gujarat 2024"
Post a Comment