Gujarat Whether : ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો.. હજુ 4 દિવસ સાચવજો, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ



 Gujarat Weather: ગરમીથી ત્રાહીમામ પોકારતી ગુજરાતની પ્રજાને હજુ પણ આગામી ચાર દિવસ કોઈ રાહત મળે તેવું લાગી રહ્યું નથી. આ સાથે હવામાન વિભાગે રાજ્યના 6 જિલ્લાઓમાં હિટવેવની આગાહી કરતાં ભયંકર ગરમી પડશે તેમ જણાવ્યું છે.

અમદાવાદઃ પાછલા 2 દિવસથી ત્રાહિમામ પોકરાવતી ગરમીમાં તમને હજુ પણ રાહત મળી શકે તેમ નથી. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 4 દિવસ હજુ પણ સાચવવાની જરુરીયાત છે. આ દિવસોમાં રાજ્યના જુદા જુદા વિસ્તારોમાં હિટવેવ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે. રાજ્યના 6 જેટલા જિલ્લાઓમાં આ દિવસો દરમિયાન ભારે ગરમી પડશે. ત્યારે લોકોને કામ વગર ઘર બહાર ન નીકળવા માટે પણ સલાહ આપવામાં આવી છે.

PM Kusum Yojana : ખેડૂતોને પાણી પાવાના ખર્ચમાંથી મળી મોટી રાહત, ખેતરમાં સસ્તી કિંમતે લગાવી શકાશે સોલાર પંપ !

રાજ્યમાં ઉત્તર પશ્ચિમ ઉત્તરના પવનો ફુંકાઈ રહ્યા છે. આકાશામાંથી અગનવર્ષા થતી હોય તેવો અહેસાસ થઈ રહ્યો છે. પરંતુ આગામી 4 દિવસ ગરમીમાંથી રાહત મળશે નહી. જો કે ગુજરાતમાં સામાન્ય રીતે મે મહિનમાં કાળઝાળ ગરમી પડે છે. પરંતુ વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે વારંવાર વાતાવરણમાં પલટો આવી રહ્યો છે જેના કારણે તાપમાનમાં વધ ઘટ થયા કરે છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજવાળા અને ગરમ પવનના કારણે અકળામણનો અનુભવ થઈ રહ્યો છે.

Shikshan Sahay Yojana 2024 - શિક્ષણ સહાય યોજના ૨૦૨૪

હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં 6 જેટલા જિલ્લામાં હિટવેવની સ્થિતિ રહેશે. અને 22 મે સુધી દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન ફુંકાશે. જેના કારણે અકળામણનો અનુભવ થશે. તેમજ અન્ય જિલ્લામાં વાતાવરણ સુકુ રહેશે. તેથી આ વિસ્તારોમાં ગરમ પવન ફુંકાશે.

આગામી 4 દિવસ સુરેન્દ્નનગર, પોરબંદર, ભાવનગર, જુનાગઢ, કચ્છ, વલસાડમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. ઉનાળામાં દરિયાકાંઠાના વિસ્તારોનું તાપમાન સામાન્ય રહેતું હોય છે પરંતુ ચાલુ વર્ષે દરિયાકાંઠાનું તાપમાન 37 ડિગ્રીથી ઉપર નોંધાઈ રહ્યું છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ ગરમી અને બફારાનો અહેસાસ થઈ રહ્યો છે

અમદાવાદમા ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જો કે ગઈ કાલે રાજ્યમાં સૌથી ગરમ શહેર સુરેન્દ્રનગર રહ્યું છે. સુરેન્દ્રનગરનુ મહત્તમ તાપમાન 45.5 ડિગ્રી નોંધાયુ છે. જ્યારે ડીસાનુ મહત્તમ તાપમાન 45 ડિગ્રી, અમદાવાદ અને ગાંધીનગર અને રાજકોટનુ મહત્તમ તાપમાન 44.5 ડિગ્રી, ભુજનુ મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાયુ છે.

જ્યારે વલ્લભ વિદ્યાનગર, કંડલા એરપોર્ટ, અમરેલીનુ મહત્તમ તાપમાન 43 ડિગ્રી ઉપર નોંધાયુ છે. તાપમાન વધતા જનજીવન પ્રભાવિત થય રહ્યુ છે. કાળઝાળ ગરમીમાં લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પરંતુ હવામાન વિભાગનુ અનુમાન છે કે આગામી 4 દિવસ તાપમાન યથવાત રહેશે.

0 Response to "Gujarat Whether : ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો.. હજુ 4 દિવસ સાચવજો, અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11