Gujarat Weather : બંગાળની ખાડીમાં આગામી 5 દિવસમાં સાઇક્લોનિક સ્ટોર્મ આવશે, ગુજરાતમાં ભારે વાવાઝોડાં સાથે ચોમાસું શરૂ થશે
Gujarat Weather News: હવામાન વિભાગે 5 દિવસ પછી બંગાળની ખાડીમાં સાઈકલોનિક સ્ટોર્મની શક્યતા દર્શાવી છે. જેની ગુજરાતને પણ આંશિક રીતે અસર થવાની સંભાવના પણ વ્યક્ત થઈ રહી છે. જેથી વાવાઝોડાની સાથે ચોમાસાનો પ્રારંભ થાય એવી શક્યતા છે.
સ્ટેચ્યુ ઓફ યુનિટી 360 ડિગ્રી વ્યુ જોવો
વિગત મૂજબ દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીમાં આગામી તારીખ 22 મે આસપાસ લો પ્રેસર સર્જાવાની અને તે ઉત્તર-પૂર્વ દિશામાં આગળ વધે અને તારીખ 24 મે આસપાસ બંગાળની ખાડીની મધ્યમાં તે ડિપ્રેસનમાં (વાવાઝોડાનું નાનુ રૂપ) ફેરવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ચોમાસાના આરંભ પૂર્વે આમ પણ વાવાઝોડાની શક્યતા વધારે હોય છે. જો આ વાવાઝોડું શક્તિશાળી બને અને ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધે તો ગુજરાત અને મહારાષ્ટ્રમાં આગામી તારીખ 27 મે આસપાસ ભારે વરસાદની સંભાવના નકારી શકાતી નથી. જો કે, હજુ સુધી આ માટે કોઈ સ્પષ્ટ આગાહી હવામાન વિભાગે જાહેર કરી નથી.
બીજી તરફ, મૌસમ વિભાગે આગામી 48 કલાકમાં બંગાળની ખાડીમાં તથા આંદામાન, નિકોબાર ટાપુઓમાં નૈઋત્યનું ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે. ઉપરોક્ત લો પ્રેસરની સિસ્ટમ રચાવાની સાથે ચોમાસાનું આગમન ધમાકેદાર વરસાદ સાથે થવાની સંભાવના પણ છે.
0 Response to "Gujarat Weather : બંગાળની ખાડીમાં આગામી 5 દિવસમાં સાઇક્લોનિક સ્ટોર્મ આવશે, ગુજરાતમાં ભારે વાવાઝોડાં સાથે ચોમાસું શરૂ થશે"
Post a Comment