Cyclone: તારીખ આજથી 28 મેના રોજ વાવાઝોડાનો સંભવિત રૂટ ફોટા દ્વારા જુઓ
હવામાન ખાતાના જણાવ્યાં મુજબ 24મી મેના રોજ સવારથી 50-60 કિમી પ્રતિ કલાકની ઝડપથી લઈને 70 કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર બંગાળની ખાડીની આજુબાજુના વિસ્તારોમાં તથા 25મી મેના રોજ સવારથી ઉત્તર પૂર્વ બંગાળની ખાડી અને તેની નજીકના ઉત્તર પશ્ચિમ તથા પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં 24 કલાક સુધી પવન ફૂંકાઈ શકે છે. ઓડિશાના વિશેષ રાહત આયુક્તે જિલ્લાધિકારીઓને સતર્ક રહેવાનું અને કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર રહેવા માટે જણાવ્યું છે.
ક્યાં થશે અસર
25મી મેના રોજ ઉત્તર અને દક્ષિણ 24 પરગણા, પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લા અને ઓડિશાના બાલાસોર જિલ્લાના અનેક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ભાગોમાં 64.5 મિમીથી 115.5 મિમી સુધી વરસાદ પડી શકે છે. 25મી મેના રોજ મિઝોરમ, ત્રિપુરા, અને દક્ષિણ મણિપુરના અનેક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ તથા કેટલાક ભાગોમાં ભારે વરસાદની આગાહી છે.
સંભવિત વાવાઝોડાનો રૂટ
જો આ હળવું દબાણ વાવાઝોડામાં ફેરવાય તો તેનું નામ રેમલ હશે. આ સંભવિત રેમલ વાવાઝોડાનું રૂટ શું હોઈ શકે તે windy.com માં જે રીતે અંદાજિત દર્શાવ્યું છે તે જાણવાનો અને સમજવાનો પ્રયત્ન કરીએ. (સંભવિત વાવાઝોડાના સંભવિત રૂટની તસવીરો windy.com પરથી લેવામાં આવી છે.) આ તસવીરમાં આજે શું પરિસ્થિતિ છે તે દર્શાવવાનો પ્રયત્ન કરાયો છે.
આ તસવીરમાં આવતી કાલે એટલે કે 24મી મેના રોજ શું સ્થિતિ હશે તે સમજવવાનો પ્રયત્ન કરાયો છે.
25મી મેના રોજ આ સ્થિતિ હોઈ શકે છે.
26મી મેના રોજ આ સ્થિતિ હોઈ શકે છે.
27મી મેના રોજ આ સ્થિતિ હોઈ શકે છે.
28મી મેના રોજ આ સ્થિતિ હોઈ શકે છે.
0 Response to "Cyclone: તારીખ આજથી 28 મેના રોજ વાવાઝોડાનો સંભવિત રૂટ ફોટા દ્વારા જુઓ "
Post a Comment