કેરીની સીઝન આવી ગઈ છે, જાણો પાકી કેરી ખાવાના ફાયદા સુ છે પાકી કેરી ખાવાના ફાયદા : આપણા ઘરે જે દાબો નાખેલી અને કુદરતી રીતે પકવેલી પાકી કેરીની કેટલીક વાત કરશુ. કેરી ને આમ તો ફળોનો રાજા કહેવામાં આવે છે. કેરી માં એક અણમોલ ગુણો છુપાયેલા છે, વિજ્ઞાન અને વનસ્પતિ વિજ્ઞાનના આધારે ફળોના રાજા કેરી વિશે દુર્લભ વાતો કરવામાં આવી છે.

પાકી કેરી ખાવાના ફાયદા

પાકેલી કેરી માં વિવિધ કુદરતી તત્વો ભરપૂર માત્રામાં હોય છે. કેરીમાં વિટામિન્સ, એનર્જી , ફાઇબર, કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ જેવા પોષક તત્વો વિપુલ માત્રામાં હોય છે. કુદરતી રીતે પાકેલી ડાબો નાખેલી કેરી ખાવાથી શરીરમાં સપ્તધાતુ એટલે કે રસ, રક્ત માંસ, મેદ, અસ્થિ મજ્જા,અને વીર્યની વૃદ્ધિ થાય છે. સપ્તધાતુ આપરા શરીર માટે ખુબજ જરૂરી છે. સપ્તધાતુ જળવાય એના માટે આ તપતા ઉનાળામાં આંબે પાકી કેરી ખાવાથી શરીરને ખૂબ જ લાભદાયી છે.

કેરી ખાવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે પણ સ્વાભાવિક રીતે કેરીને કેરીના રસને સૂંઠ અથવા તો ગાયના ઘી સાથે ખાવી જોઈએ. દુબળા નાના બાળકો બાળકો , વ્રુધ્ધો , નબળા ધરાવતા હોય એવા લોકો માટે પાકેલી કેરી સર્વોત્તમ ઔષધિ સમાન ગણવામાં આવી છે. એવું વનસ્પતિ વિજ્ઞાન ના ગ્રંથોમાં લખવામાં આવ્યું છે.  લીંબુમાં વિટામિન સી બીટા કેરોટીન હોય છે જે શરીરમાં ગ્લો લાવવામાં જરૂરી છે એટલે કે શરીરને ચમકીલું બનાવવામાં કેરી ની સહાયતા રહેલી છે.

પાકેલી કેરીને ગોોળીને અને ચૂસીને ખાવાથી આંખના રોગોમાં લાભ થાય છે પણ પેટના રોગોને અને પેટને સર્વોત્તમ રીતે શાંત રાખનારી ગણવામાં આવે છે. દૂધમાં કેરીનો રસ નાખીને પીવાથી શરીરમાં નબળાઈ દૂર થાય છે

મિત્રો એક વાત એ કરવાની થાય છે કે કોઈ પણ ફળોના રસ અને કેરી એને આપણે ગણીએ તો કેરી ને એક માત્ર કેરી ફળ એવું છે કે જેના રસ દૂધ સાથે લઈ શકાય છે. દૂધ સાથે પાકેલી કેરી ખાવાથી સારી ઉંઘ પણ આવે છે. પાકેલી કેરી નો રસ પીવાથી લોહીની ઊણપ દૂર થાય છે. કેરીના રસમાં ઓછી માત્રામાં સિંધવ અને સાકર મેળવીને પીવાથી ભૂખ ઊઘડે છે. પાકેલી કેરી ત્રિદોષનાશક છે જે વાત પિત અને કફનું શમન કરે છે. પાકેલી કેરી અમૃત સમાન છે. પાકેલી કેરી સ્વાદિષ્ટ મીઠી અને વાયુ ના વિકારને દૂર કરનારી છે, પાકેલી કેરીહદય માટે શ્રેષ્ઠ છે. હૃદયને શાન્તિ રાખનારી છે.

કબજીયાત અને પેટના રોગો માટે પાકેલી કેરી અદભુત ઔષધીના ગણવામાં આવે છે. ગરમીમાં પાકેલી કેરી નો રસ પીવાથી શક્તિ પ્રાપ્ત થાય છે. પાકેલી કેરી કિડની માટે પણ લાભદાયી છે . પાકેલી કેરી માં લોહતત્વ ભરપૂર હોય છે એના કારણે પાચન શક્તિ મજબૂત બને છે.

મિત્રો આપને આ વાત કરી એક કેરી કુદરતી રીતે આપણે ઘેર આમ્બે હોય અને ડાબો નાખીને પકવેલી હોય એ કેરીની વાત કરી છે આજકાલ માર્કેટમાં જે કેરી મળે છે એ બધી ફરાળની પકવેલી કાર્બન અથવા તો કોઈ પ્રકારના પ્રવાહોમાં બોડેલી કેરી હોય છે એ ખાવાથી શરીરમાં અનેક પ્રકારના રોગ થાય છે એવું આપણે સતત જાણતા હોઇએ છિએ અને બધું ટીવીના નેટવર્ક આવતું હોય છે. કોઈ પણ ફળ માપસર ખાવા જરૂરી છે. યોગ્ય માગસર ફળોનું સેવન કરવું અને વધારે પડતું પણ સેવન કરવાથી નુકસાન થાય છે માટે કેરી પણ સ્વાભાવિક રીતે આપણા શરીરના પાચન થાય અને માપશર ખવાય તે ખૂબ જરૂરી છે ધન્યવાદ.

હોમ પેજ જવા માટે અહી ક્લિક કરો 

0 Response to "કેરીની સીઝન આવી ગઈ છે, જાણો પાકી કેરી ખાવાના ફાયદા સુ છે"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11