દુનિયાની સૌથી મોંઘી કેરી, આ 1 કિલો કેરીની કિંમત પર આવી જશે 2 iPhone
ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આપણે બધા જાણીએ છીએ કે, આ સીઝનમાં સૌથી વધારે બોલબાલા કેરીની હોય છે. બદામ, હાફુસ, લંગડા, તોતા, કેસર જેવી અનેક પ્રકારની કેરીઓ બજારમાં વેચાઈ રહી છે, એટલે કે ભારતને કેરીઓનો દેશ કહેવું ખોટું નહીં હોય. દેશમાં કેરીની એટલી બધી વેરાયટી છે કે ગણીને થાકી જવાય, પણ કેરીઓની સંખ્યા પૂરી નહીં થાય. પણ શું તમને ખબર છે આ કિલો કેરીની કિમંત પર તમે 2 iPhone ખરીદી શકો છો
દુનિયાની સૌથી મોંઘી કેરી
ભારતમાં અનેક પ્રકારની કેરી મળે છે પણ વિશ્વની સૌથી મોંઘી કેરી કઈ છે તે તમે નહીં જાણતા હોવ. જોકે આ કેરીનું ઉત્પાદન જાપાનમાં થાય છે જેનું નામ મિયાઝાકી છે આ કેરી જાપાનના મિયાઝાકી તરીકે ઓળખવામાં આવે છે.
તેની કિંમત 2.70 લાખ રુપિયાની એક કિલો કેરી છે. તમને જણાવી દઈએ કે, તાજેતરમાં આ નામ ત્યારે જાણીતું બન્યું જ્યારે તેને સિલીગુડી મેંગો ફેસ્ટિવલમાં રજૂ કરવામાં આવી.
જાંબલી કેરી અથવા મિયાઝાકી કેરી જાપાનના મિયાઝાકી શહેરમાં ઉગાડવામાં આવતી વિશ્વની સૌથી મોંઘી કેરી છે. જો કે, આ દિવસોમાં તેની ખેતી ભારત અને બાંગ્લાદેશમાં પણ થાય છે. આ સિવાય તે થાઈલેન્ડ અને ફિલિપાઈન્સમાં પણ જોવા મળે છે.
આ કેરી કેમ આટલી મોંઘી છે તે જણાવી દઈએ તો તેમાં એન્ટીઓક્સીડેન્ટ, બીટા કેરોટીન અને ફોલિક એસિડ જેવા ગુણ હોય છે. તેમાં ખાંડ 15 ટકા કે તેથી વધુ હોય છે. કેરીની આ ખાસિયત તેને વિશ્વની તમામ કેરીથી મોંઘી બનાવે છે.
0 Response to "દુનિયાની સૌથી મોંઘી કેરી, આ 1 કિલો કેરીની કિંમત પર આવી જશે 2 iPhone "
Post a Comment