Free Sewing Machine 2024: મફત સિલાઈ મશીન યોજના, ફોર્મ ભરવાનું ચાલુ ૨૦૨૪
Free Sewing Machine yojna 2024: માનવ ગરિમા યોજના હેઠળ, સરકાર શ્રી દ્વારા મહિલાઓને ફ્રી સિલાઈ મશીન યોજના આપવામાં આવે છે. મફત સિલાઈ મશીન યોજના 2024, મહિલાઓ પોતાનો સ્વ રોજગાર કરી આત્મનિર્ભર બને તે માટે સરકાર દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામા આવે છે. જેમાં મફત સિલાઇ મશીન યોજના મુખ્ય છે. મહિલાઓ શીવણ નો કોર્સ કરી ઘરેબેઠા જ સ્વરોજગારી મેળવી શકે તે માટે સરકારશ્રી દ્વારા વિવિધ યોજનાઓ અંતર્ગત મહિલાઓને સિલાઇ મશીન ખરીદવા માટે સહાય આપવામા આવે છે. ગુજરાત સરકારની કઇ કઇ યોજનાઓ અંતર્ગત Free Sewing Machine yojna 2024 સહાય આપવામા આવે છે તે માહિતી જોઇએ.
Free Sewing Machine Yojna 2024
યોજના Free Sewing Machine 2024
યોજના નુ નામ માનવ કલ્યાણ યોજના
યોજનાનો ઉદ્દેશ્ય મહિલાઓને સ્વરોજગારીની તકો
વિભાગનું નામ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ
વેબસાઈટ https://sje.gujarat.gov.in/
https://e-kutir.gujarat.gov.in
મફત સિલાઈ મશીન યોજના 2024
મફત સિલાઈ મશીન યોજના 2024: સરકાર દ્વારા સમાજના વિવિધ વર્ગો જેવા કે સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ, આર્થિક રીતે પછાત વર્ગ, લઘુમતી અને વિચરતી – વિમુક્ત જાતિઓના તેમની ગરીબીને કારણે જે આર્થિક મુશ્કેલીઓ માંથી પસાર થવું પડે છે. તે માટે હવે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી દ્વારા માનવ ગરિમા યોજનાની જાહેરાત કરી હતી. Free Sewing Machine 2024, માનવ ગરિમા યોજના હેઠળ વિવિધ વ્યવસાય માટે સ્વરોજગારી માટે સાધન સહય આપવામા આવે છે . ગુજરાત સરકાર દ્વારા માનવ ગરીમા યોજના એ sje.gujarat.gov.in 2024 હેઠળ ચાલે છે. આ યોજનામાં કુલ 28 પ્રકારના વ્યવસાય માટે ટુલ્સ કીટ આપવામા આવે છે.
માનવ ગરીમા યોજના મફત સિલાઇ મશીન કિટ
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા દર વર્ષે માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન ફોર્મ ભરવામા આવે છે. આ યોજના અંતર્ગત કુલ 28 પ્રકારના વ્યવસાયો માટે લાભાર્થીઓને ટુલ્સ કિટ આપવામા આવે છે. જેમા ઓનલાઇન ફોર્મ ભર્યા બાદ કમ્પ્યુટરાઇઝડ ડ્રો ના આધારે લાભાર્થીની પસંદગી કરી લીસ્ટ બહાર પાડવામા આવે છે. આ 28 પ્રકારના વ્યવસાયમા દરજીકામ પણ સામેલ છે. એટલે કે પુરૂષોને તથા મહિલાઓને Free Sewing Machine 2024 દરજીકામ માટે જરૂરી ટુલ્સ કિટ આપવામા આવે છે.
માનવ ગરીમા યોજના ડોક્યુમેન્ટ લિસ્ટ
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (વીજળી બિલ/લાઇસન્સ/ભાડાકરાર/ચુંટણી કાર્ડ/પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજો પૈકી કોઈ એક)
- અરજદારની જાતિ નો દાખલો
- વાર્ષિક આવક નો દાખલો
- અભ્યાસનો પુરાવો
- વ્યવસાય લક્ષી તાલીમ લીધેલી હોય તો તેનો પુરાવો
- બાંહેધરીપત્રક (નોટરાઇઝ સોગદનામું)
- એકરારનામું
મફત સિલાઈ મશીન યોજના 2024 ઓનલાઇન અરજી
માનવ ક્લ્યાણ યોજના અંતર્ગત વિવિધ વ્યવસાયો માટે સાધન સહાય આપવા માટે તા. 1 એપ્રીલ 2024 થી ઓનલાઇન અરજી શરૂ થશે. તે માટે નીચે મુજબ પ્રોસેસ કરો.
- સૌ પ્રથમ સતાવાર વેબસાઇટ: https://e-kutir.gujarat.gov.in ઓપન કરો.
- ત્યારબાદ આ વેબસાઇટમા કુટીર અને ગ્રામોદ્યોગ વિભાગની વીવીધ યોજનાઓ આવશે.
- તેમા માનવ ક્લ્યાણ યોજના સીલેકટ કરી સૌ પ્રથમ તેનુ ડીટેઇલ નોટીફીકેશન, નિયમો અને ઓનલાઇન ફોર્મ કેમ ભરવુ તેની સૂચનાઓ વાંચી લો.
- ત્યાર બાદ તેની સામે આપેલ ઓનલાઇન અરજી બટન પર ક્લીક કરો.
- તેમા સૌ પ્રથમ તમારૂ રજીસ્ટ્રેશન કરી તમારૂ આઇ.ડી. બનાવો.
- હવે તમારે લોગિન પર ક્લિક કરવાનું રહેશેઆ પ્રક્રિયાને અનુસરીને તમે પોર્ટલ પર લૉગિન કરી શકો છો.
- ઓનલાઇન ફોર્મ ભરતી વખતે દરજી કામ સહાય ઓપ્શન સીલેકટ કરો.
સાધન ટુલ્સ કીટ સહાય
હાલ માનવ કલ્યાણ યોજના અંતર્ગત 28 જેટલા વ્યવસાય માટે સાધન ટુલ્સ કીટ સહાય માટે ઓનલાઇન અરજીઓ કરવનુ ચાલુ છે. તમે જો દરજી કામ માટે સહાય મેળવવા માંગતા હોય તો શીવણ કીટ મળવાપાત્ર છે. માનવ કલ્યાણ યોજના 2024 ઓનલાઇન અરજીમા દરજીકામ સીલેકટ કરી ઓંલાઇઅન અરજી કરી શકો છો.
0 Response to "Free Sewing Machine 2024: મફત સિલાઈ મશીન યોજના, ફોર્મ ભરવાનું ચાલુ ૨૦૨૪"
Post a Comment