Ambalal Patel Agahi : મકર સંક્રાંતિ દિવસે કેવી રહેશ ઠંડી અને પવન? ક્યો સમય પતંગ ચગાવવામાં સૌથી વધુ અનુકુળ હશે જાણો



Ambalal Patel Agahi : મકર સંક્રાંતિનાં ઉત્સાહની સાથે સૌથી મોટી ચિંતા એ પણ હોય છે કે વાતાવરણ કેવું રહેશે એમાંય પવન કેવો રહેશે. કેમકે આ આખા તહેવારનો આધાર પવન પર જ રહેલો છે. ત્યારે પતંગ રસિયાઓ માટે આ હવામાન ખાતાની આગાહી કરી હતી. ત્યારે જોઈએ ઉતરાયણનાં 2 દિવસ કેવા રહેશે તે જાણવું ખૂબ જરુરી છે…

અમદાવાદ: રાજ્યમાં ઉત્તરાયણનું મહત્વ ખૂબ હોય છે. તેમાં પણ અમદાવાદમાં તો મકર સંક્રાંતિ દિવસે વિશેષ માહોલ હોય છે. પતંગરસીઆ તો અગાઉથી આયોજન કરી રાખ્યુ હોય છે. ધાબા પણ ભાડે રાખી લે છે. પતંગના રશિયાઓ દેશ વિદેશથી ઉત્તરાયણની ઉજવણી માટે અમદાવાદ આવે છે.









પતંગરસીઓ મકર સંક્રાંતિ દિવસે પવન કેવો રહેશે તેની પણ રાહ જોઈઅ રહ્યા હોય છે. જોકે દર વર્ષે તો પવનની ગતિ સામાન્ય રહેતી હોય છે. પરંતુ 2024ના મકર સંક્રાંતિ દિવસે પવન કેવો રહેશે તેની રાહ જોઈએ રહ્યા હોય છે. ત્યારે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે તેમ પણ જણાવ્યુ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વાત કરતા જણાવ્યુ છે કે, 2023નુ હવામાન તો વિશિષ્ટ રહ્યુ હતુ પરંતુ 2024નુ વર્ષ પણ હવામાન માટે ગૂંચવણ ભર્યુ રહેવાનુ અનુમાન છે.

આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, જાન્યુઆરી મહિનામાં ઠંડીનો ચમકારો રહેશે. પાંચ અને છ જાન્યુઆરીના દિવસે વાદળછાયું વાતાવરણ રહેશે. 10થી 13 જાન્યુઆરીના રોજ રાજ્યના હવામાનમા પલટો આવેશે. 11 જાન્યુઆરીના રોજ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યુ છે કે, 10 અને 11 જાન્યુઆરીના વેસ્ટન ડિસ્ટર્બન્સ આવવાની શક્યતા રહેશે. તેના કારણે ઉત્તરાયણ ઉપર વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા રહેશે.

મકર સંક્રાંતિ દિવસે પવનની ગતિ અંગે તેમણે જણાવ્યુ છે કે, તે દિવસે પવનની ગતિ સાધારણ રહેશે. તે દિવસે સવારે પવન રહેશે અને બપોરે થોડો પવન મંદ પડી જશે. બપોર પછી ફરી પવનની ગતિ રહેશે. રાતે પવનની ગતિ સાધારણ રહેશે.

કારણ કે, કુંભ રાશિમાં યોગો થઇ રહ્યા છે. એટલે પવનની ગતિ એકંદરે સાધારણ રહેવાની શક્યતા રહેશે. વાસી ઉત્તરાયણ અને તે પછી 16 અને 17 જાન્યુઆરીના પવનની ગતિ થોડી તેજ રહેશે.

0 Response to "Ambalal Patel Agahi : મકર સંક્રાંતિ દિવસે કેવી રહેશ ઠંડી અને પવન? ક્યો સમય પતંગ ચગાવવામાં સૌથી વધુ અનુકુળ હશે જાણો"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11