Rain forecast: આગામી 24 કલાક અતિભારે વરસાદની આ છે જિલ્લાઓ માટે ભારે, અતિ ભારે વરસાદની આગાહી 30.07.2023



 Rain forecast: આગામી 24 કલાક અતિભારે વરસાદની આ છે જિલ્લાઓ માટે ભારે, અતિ ભારે વરસાદની આગાહી




ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને વલસાડમાં વરસાદ વરસશે.
ABP Asmita Gujarati News
ABP Asmita Gujarati NewsABP Asmita Gujarati News
હોમ સમાચાર ગુજરાત Rain forecast: આગામી 24 કલાક આ છ જિલ્લાઓ માટે ભારે, અતિ ભારે વરસાદની આગાહી
Rain forecast: આગામી 24 કલાક આ છે જિલ્લાઓ માટે ભારે, અતિ ભારે વરસાદની આગાહી
ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે
Rain forecast: આગામી 24 કલાક આ છ જિલ્લાઓ માટે ભારે, અતિ ભારે વરસાદની આગાહી

છોટાઉદેપુરમાં બોડેલીમાં ઘરોમાં પાણી ઘૂસ્યા હતા

ગાંધીનગરઃ ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગના મતે આગામી 24 કલાકમાં અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરૂચ અને વલસાડમાં વરસાદ વરસશે.
હવામાન વિભાગના મતે આગામી 24 કલાક રાજ્યના છ જિલ્લા માટે ખૂબ ભારે રહેશે.  છોટાઉદેપુર, દાહોદ સહિત 6 જિલ્લામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  આગામી 24 કલાકમાં રાજ્યના છ જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગના મતે છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ, વડોદરા, ભરુચ, વલસાડમાં અત્યંત ભારે વરસાદ વરસશે.
ભારે વરસાદથી છોટા ઉદેપુરનું બોડેલી જળમગ્ન થયું હતું. રજાનગર, વર્ધમાન નગરમાં પાણી ભરાયા હતા. દિવાન ફળિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસના વરસાદથી સુરતની મિંઢોળા નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું હતું. બારડોલી નગરમાંથી પસાર થતી મિંઢોળા નદી બે કાંઠે વહેતી થઇ હતી. વ્યારા હાઈવેનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થયો હતો.
હવામાન વિભાગની આગાહી મુજબ પંજાબ, રાજસ્થાન, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ છત્તીસગઢમાં ભારે વરસાદનું અનુમાન છે. ઉપરાંત ગુજરાત,  જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના કેટલાક ભાગો, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં એક અથવા બે સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સાથે છૂટાછવાયા ભારે વરસાદની સંભાવના છે.
ભારતીય હવામાન વિભાગ (IMD) અને સ્કાયમેટ વેધર અનુસાર, આજે જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશના ભાગો, પૂર્વ રાજસ્થાન, છત્તીસગઢ અને ઉત્તર પંજાબ અને ઉત્તર હરિયાણામાં એક કે બે જગ્યાએ હળવોથી મધ્યમ વરસાદ પડશે. તેની સાથે કેટલાક સ્થળોએ ભારે વરસાદનું અનુમાન છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે તેલંગાણા, વિદર્ભ, કોંકણ અને ગોવા, મધ્યપ્રદેશ અને કોસ્ટલ કર્ણાટકમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, દક્ષિણ છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, કોસ્ટલ ઓડિશા, કેરળ, આસામ અને અરુણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.


રાજ્યમાં આજના દિવસમાં 65 તાલુકામાં વરસાદ


સૌથી વધારે છોટાઉદેપુર જિલ્લામાં આજે વરસાદ


છોટાઉદેપુરના પાવી જેતપુરમાં 7 ઈંચ વરસાદ


છોટાઉદેપુરના બોડેલીમાં 6 ઈંચ વરસાદ


પંચમહાલના જાંબુઘોડામાં 4 ઈંચ વરસાદ


છોટાઉદેપુર શહેરમાં 4 ઈંચ વરસાદ


છોટાઉદેપુરના સંખેડામાં 2 ઈંચ વરસાદ


વડોદરાના સિનોર તાલુકામાં 2 ઈંચ વરસાદ


વડોદરાના ડભોઈ તાલુકામાં 1 ઈંચ વરસાદ


છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં 1 ઈંચ વરસાદ 

બનાસકાંઠા માં 3 ઈંચ વરસાદ

0 Response to "Rain forecast: આગામી 24 કલાક અતિભારે વરસાદની આ છે જિલ્લાઓ માટે ભારે, અતિ ભારે વરસાદની આગાહી 30.07.2023"

Post a Comment

Iklan Atas Artikel

Iklan Tengah Artikel 1

adx2

Iklan Bawah Artikel


11